આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ શહેરના સાધુવાસવાણી રોડ પર જાહેરમાં રહેલ એક સીડી પરથી બાળકને શોર્ટ લાગતા બાળક બેહોશ થઈને ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે 108 ની ટીમના સ્ટાફે સત્વરે ઘટના સ્થળે પહોંચી બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.