PACSનું મહત્વ સમજાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, પેક્સ સોસાયટીઓ ગ્રામ્ય અર્થતંત્રની કરોડરજ્જુ છે. અત્યાર સુધી તેઓ મુખ્યત્વે ધિરાણ પૂરું પાડતી સંસ્થાઓ તરીકે કાર્યરત રહી છે. પરંતુ હવે તેમને બહુહેતુક બનાવી કૃષિ સાધનો, ખાતર, બિયારણ, પેટ્રોલ પંપ, LPG ડીલરશીપ, જન ઔષધિ કેન્દ્રો, પાણી સમિતિઓ, માઇક્રો એ.ટી.એમ. સહિતના કાર્યોમાં જોડવામાં આવી રહી છે. ગુજરાત આ પરિવર્તનશીલ યાત્રામાં અગ્રેસર છે.