ભાવનગર મહાનગરપાલિકાના કચરો ઉપાડવાના ટેમ્પલ બેલના બે વાહનો ડ્રાઇવરો ઉઠાવીને નાસી છૂટ્યા હતા. જેમાંથી ગુજરાત બોર્ડર પર એક વાહનને પોલીસે ઝડપી લીધું હતું. જ્યારે અન્ય એક ડ્રાઇવર વાહન સાથે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયો હતો. જે બનાવને લઈને મહાનગરપાલિકા દ્વારા એજન્સીને નોટિસ આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે વિરોધ પક્ષના ઉપનેતાએ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી મનપા પર આક્ષેપ કરાયા હતા.