રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે સાબરકાંઠાના વિજયનગરના હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેના કારણે જળાશયના ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા.પૂરની પરિસ્થિતિને કારણે નદીકાંઠાના બંધણા,અભાપુર,મતાલી,ધોળીવાવ સહીત ગામોને સતર્કતા સૂચના અપાઈ.સાથે પોલો ફોરેસ્ટની ટેન્ટ સિટીમાં પાણી ઘૂસી જતાં છ કર્મચારીઓને બચાવવામાં આવ્યા.ખેડબ્રહ્મા સોમનાથ મહાદેવ મંદિર પાસે એક પૂજારી અને ચાર શ્રદ્ધાળુઓ ફસાયા ફાયર વિભાગે સલામત બહાર કઢાયા.