વડોદરા : શિનોરના મીંઢોળ ગામ ખાતે આવેલા પાટણવાડા ફળિયામાં ટેકરા ઉપર આવેલા મકાનના વાડામાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી તેનું વેચાણ કરનાર ઈસમની ગ્રામ્ય એસઓજી પોલીસે ધરપકડ કરી 26.145 કિલો ગ્રામ કિંમત 2.61 લાખ ઉપરાંતનો ગાંજાનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.