દસાડા તાલુકામાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ત્યારે આ મામલે ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી ને રૂબરૂમાં લેખિતમાં આવેદનપત્ર આપી પાક નુકસાન અંગે ખેડૂતોને તાત્કાલિક વળતર ચુકવવા રજૂઆત કરાઈ હતી.