સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે અેક અઠવાડિયા પહેલા વરસાદ વરસ્યો હતો તેમ છતાં નવા ૮૦ ફુટ રોડ પર આવેલ સંતોષ પાર્ક, શ્રીજીનગર, સુગમ સોસાયટી સહિતની પાંચથી વધુ સોસાયટીમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા રહેતા સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. સતત ભરાયેલા રહેતા પાણીના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.