ભાવનગર જિલ્લાના અલંગ પ્લોટની સામે આવેલી ખોલીમાં યોગેન્દ્ર નામના પરપ્રાંતિય આધેડની હત્યાં કરેલી લાશ મળી હતી. જે મામલે આરોપી પરપ્રાંતિય હોય પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંગે ઇન્ચાર્જ DYSP મહુવા દ્વારા DSP કચેરી SCST સેલ ઓફિસ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.