ખંભાત શહેરમાં વર્ષ 2014 માં થયેલા રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા અને નાની ચુનારવાડ ખાતે રહેતા કિરીટભાઈ મથુરભાઈ ચુનારાને એલ. સી. બી. પોલીસે ઝડપી પાડ્યો છે.છેલ્લા 11 વર્ષથી રાયોટીંગના ગુનામાં કિરીટભાઈ ચુનારા નાશતો ફરતો હતો. જેથી પોલીસને માહિતી મળી હતી કે, કિરીટ ચુનારા તેના ઘર નજીક હાજર છે. જે બાતમી હકીકતને આધારે પોલીસ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ તેને ખંભાત શહેર પોલીસને હવાલે કર્યો હતો.