ચુણેલ ખાતે જય મહારાજ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ અંતર્ગત સુંદરકાંડ યોજાયો મહુધા તાલુકાના ચુણેલમાં સુંદરબજાર ખાતે જય મહારાજ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સંગીતમય સુંદરકાંડમાં ઉપસ્થિત રહ્યા હતા.મંજળ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં પ્રતિદિન મોટી સંખ્યામાં ભાવિકો આરતી તેમજ દર્શનનો લાભ મેળવી રહ્યા છે.