જિલ્લા ટાસ્ક ફોર્સેની ટીમે પલસાણા અને સુરત શહેરના અડાજણમાં રેડ પાડી પાંચ તરૂણ અને બે બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર સ્થિત આર્ટવર્ક ડાઇંગનું કામ કરતી કલાકૃતિ પ્રોસેસર્સ પ્રા.લિ.માં રેડ દરમિયાન 5 તરૂણ અને એક બાળ એમ 6 બાળ-તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જેમાં 3 બાળકો બિહારના, 2 યુપીના અને 1 મધ્યપ્રદેશનો છે. અહીં તેઓ છેલ્લા બે મહિનાથી ડાઈંગનું કામ કરતા હતા બાળકો પાસે 12 કલાક કામ કરાવવામાં આવતું હતું,