બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરહદી વિસ્તારના તાલુકાઓમાં લોકોની હાલત દયની છે જેને ધ્યાને રાખી અને પાલનપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 1000 જેટલી કીટો બનાવવામાં આવી છે ત્યારે આજે મંગળવારે ત્રણ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉપેન્દ્રભાઈ રાવલ એ જણાવ્યું હતું કે સોમવાર રાતથી જ આ કીટો બનાવવાની કામગીરી શરૂ કરી છે જેમાં અત્યાર સુધીમાં 1000 ગીતો બનાવી છે અને હજુ 4,000 જેટલી કીટો બનાવી મોકલવામાં આવશે.