નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે મિથિલા નગરી નો બ્રિજ છે આ બ્રિજ ઉપર મોટી સંખ્યામાં ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે. અનેકવાર આ સમસ્યા અંગે મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવી. જોકે મહાનગરપાલિકા દ્વારા ફરીવાર ઢોર પકડવાની કામગીરી આ વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે ફરીથી આ જ પ્રકારની સ્થિતનું નિર્માણ વારંવાર અહીં થાય છે.