શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બનનારા દેશના ભૂતપૂર્વ સ્વ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં 5 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના ખરોડ ગામ પાસે આવેલ પબ્લિક સ્કૂલમાં આજે શિક્ષક દિવસ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.