શામળાજી પોલીસને અણસોલ બોર્ડર ચેકપોસ્ટ પરથી મોટી સફળતા મળી છે.પોલીસે ટ્રકમાંથી ઇલેક્ટ્રોનિક પંખાઓની આડમાં છુપાવીને લવાતા દારૂનો જથ્થો ઝડપ્યો હતો.અલગ–અલગ બ્રાન્ડની કુલ 225 પેટી દારૂ મળી આવી,જેની કિમત અંદાજે 25 લાખથી વધુ થાય છે.આ કાર્યવાહી દરમ્યાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. સાથે જ પંખા,ટ્રક અને દારૂ સહિત કુલ 93 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.શામળાજી પોલીસે પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.