અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શનિવારની રાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને શુભશ્રી પિગમેન્ટ્સ તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી તોફાની વાયરા-8નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કલાકારોએ નવા-જુના હિન્દી ફિલ્મોના સોલો તેમજ સમૂહ સુપરહિટ ગીતોની રમઝટ બોલાવી હતી.