શહેરા નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે ગુજરાતીઓના થનગનાટ તરીકે ઓળખાતા નવરાત્રિના પર્વ દરમિયાન અચાનક વાતાવરણ પલ્ટો આવ્યો હતો,અને રવિવારના રોજ બપોર બાદ વિજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો,જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન વાતાવરણ પલ્ટો આવતાની સાથે એકાએક વરસાદી માહોલ જમતા નવરાત્રિમાં ગરબાનું આયોજન કરતા વિવિધ ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો હતો.