ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા બેરોજગારીના મુદ્દાને લઈને લોકોને રૂબરૂ મળી વ્યથા સાંભળવા કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. વંથલી માણાવદર મેંદરડા પંથકના લોકોને રૂબરૂ મળી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે લોકોની વ્યથા સાંભળવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી ખુદ લોકોની વચ્ચે જઈ પ્રશ્ન સાંભળવા માટે નું આયોજન કરાયું છે.