સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ચાર દિવસ પહેલા નવીન બની રહેલા કોર્ટના રૂમમાંથી ચાર મોબાઈલની ચોરી થઇ હતી.જે અંગેની ફરિયાદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી ત્યારબાદ પોલીસે તપાસ દરમિયાન બસ સ્ટેશન નજીકથી ચોરીના મોબાઈલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો જયારે ફરાર એક ને પકડવા તપાસ હાથ ધરવામાં આવી.આ અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન બાતમી મળેલ હતી અને એ આધારે શં