હાલોલ પાવાગઢ બાયપાસ રોડ આજે બુધવારે બપોરના સુમારે બાઇક ચાલક નિયંત્રણ ગુમાવતા બાઇક ઝાડ સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇક ચાલક વિષ્ણુભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર મહિલા રેખાબેન રાજેશ તડવીને સામાન્ય ઇજાઓ પહોંચી છે.વિષ્ણુ વસાવા અને મહિલા રેખા સાથે પાવાગઢ દર્શન માટે જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.જ્યારે આ અક્સ્માત ને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે