જામનગર કોર્પોરેશન દ્વારા કેટલાક વિકાસ કામો ચાલી રહયા છે અને કેટલાક કામો આગામી દિવસોમાં પુરા થશે, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં બે રસ્તા ખુલ્લા મુકાયા બાદ આગામી દિવસોમાં પાંચ ટીપીડીપી રસ્તા ખુલ્લા મુકવામાં આવશે અને તેના માટે સીટી ઇજનેર ભાવેશ જાની અને સિવીલ વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ પાઠ સહિતના અધિકારીઓ સતત જહેમત ઉઠાવી રહયા છે, ટીપીડીપીના મુકેશ ગોસાઇની ટીમ દ્વારા આ રસ્તા માટેનું માળખુ તૈયાર કરાયું છે