પોલીસે દેગામ રેલવે ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે-48 પર નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતી એક કિઆ સોનેટ કાર અટકાવવામાં આવી હતી.કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કી, વોડકા, બ્રિઝરની બોટલો અને બિયરના ટીન મળી કુલ 612 નંગ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 4,03,200 છે. પોલીસે કાર ચાલક કુણાલ ચૌહાણ (30)ની ધરપકડ કરી છે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.