ભાવનગરના ફૂલસર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલા 24-મીટરના રોડ પરથી ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં રોડ પરના ઘર અને વાડા સહિતના ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ ત્રણ મકાનો અને વાડાની વાડને દૂર કરવામાં આવી હતી.