મંડળ વતી આયોજક શ્રી પ્રણવભાઈ પુરોહિતે જણાવ્યું કે, “PoPની પ્રતિમાના વિસર્જન બાદ જે પર્યાવરણને નુકસાનકારક પરિસ્થિતિ સર્જાય છે, તે જોતા મંડળે ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે ગુરૂકૂલ શિક્ષણ પ્રણાલીની થીમ પસંદ કરી છે. જેથી આજના આધુનિક ટેક્નોલોજી અને સ્પર્ધાત્મક યુગમાં સૌને સમાન શિક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચે.”