રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ઘટના બાદ ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ આ કેસમાં વ્યાજની લેતી દેતીમાં હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું હતું પરંતુ પોલીસ તપાસ દરમિયાન વ્યાજની રકમ નહિ પરંતુ મોટર કારની લે વેચ બાદ બાકી રહેતી રૂપિયા 90,000ની રકમની ઉઘરાણી મામલે બોલચાલી થતા રોષે ભરાયેલ આરોપીઓએ રેકી કરી મૃતકને ઘરેથી બહાર નીકળત નીકળતા હતો અપહ