આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ શહેરના રાજકોટ ભાવનગર હાઈવે પરના સરધાર ગામ પાસે બિસ્માર રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે, ખાતમુહૂર્તના ચાર મહિના બાદ પણ રોડરસ્તાની રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત તેઓએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે,જો 10 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો કેબિનેટમંત્રી તેમજ સાંસદના ઘરનો ઘેરાવ કરી આથી પણ વધુ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે.