વ્યારા શહેરની મીંઢોળા નદી સહિતના અલગ અલગ વિસ્તારમાં સાતમા દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું.તાપી જિલ્લાના વ્યારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં ભક્તો દ્વારા મૂકવામાં આવેલ નાની મોટી ગણેશ પ્રતિમા નું સાતમા દિવસે વિસર્જન ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું.જે અંગે મંગળવારના રોજ 5 કલાક સુધીમાં મીંઢોળા નદી, કૃત્રિમ તળાવ સહિત ના પટ માં શ્રીજી ની પ્રતિમા ને ભક્તો દ્વારા ભીની આંખે આવતા વર્ષે જલ્દી આવજો ના નાદ સાથે વિદાય આપી હતી.