ખેડા જિલ્લાના પાંત્રોલી ગામના એક પદયાત્રી વૃદ્ધ કે જે અનોખી માનતા સાથે સાબરકાંઠાના પોશીના પહોંચ્યા હતા. જેમાં વૃદ્ધના ખેતરમાં ભારે વરસાદને લઈને વ્યાપક નુકસાન થયું હતું ત્યારે તેઓએ ઓછા નુકસાનને લઇ માનતા રાખી હતી. ત્યારે ભાદરવી પૂનમના મેળા ને લઇ ખેડા થી અંબાજી ઉલટી પદયાત્રા સાથે આ વૃદ્ધ શુક્રવારે બપોરે 3 વાગ્યા ની આસપાસ ઉલટી પદયાત્રા સાથે નાનો એવો રથ લઈ પોશીના ખાતે આવી પહોંચ્યા હતા. અને ત્યારબાદ આ વૃદ્ધ એ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.