બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ મારફતે લોકો દ્વારા આવેલી રજૂઆતોને અગ્રતા આપીને તેનો સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નું, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એન.ખેર સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.