બોટાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચના હેઠળ આગામી દિવસોમાં રાણપુર શહેરમાં જલજીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા તેમજ ઈદ-એ-મિલાદના તહેવારને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ,PSI એલ.એન.પ્રજાપતિ,એચ.એ.વસાવા સહીતના પોલીસ કાફલા સાથે રાણપુર શહેની મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું.જલજીલણી એકાદશીની શોભાયાત્રા તેમજ ઈદે મિલાદના તહેવાર દરમિયાન કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં આ બંને તહેવારની ઉજવણી થાય તેને લઈને પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કર્યુ.