શહેરા સહિત આસપાસના વિસ્તારમાં લાંબા વિરામ બાદ બુધવારે મોડી રાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી,જેને લઈને બુધવારની રાત્રિ દરમ્યાન અને વહેલી સવાર સુધી વરસાદી માહોલ રહ્યો હતો.શહેરા પંથકમાં મોડી રાત થી સવાર સુધી વરસાદ માહોલને લઈ અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.