મહેમદાવાદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો.સાસુએ વિધવા પુત્રવધુને ઘરમાં પ્રવેશ ન આપ્યો, 181 અભયમની મદદથી મળ્યો ન્યાય.મહેમદાવાદ તાલુકા નજીકના એક ગામમાં અંધશ્રદ્ધાના કારણે એક વિધવા મહિલાને તેની સાસુએ ઘરમાં પ્રવેશતા રોકી હતી. આ મામલે પીડિત મહિલાએ નડિયાદ મહિલા અભયમ 181નો સંપર્ક કર્યો હતો.પીડિત મહિલાના પતિનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું. તે બે બાળકો સાથે સાસરીમાં રહે છે અને એક નાની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.