મંગળવારના 1:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના રેલવે આરપીએફ મેદાન પાસે એક રીક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન રસ્તાની સાઈડે આવેલ ગટરમાં રીક્ષા ઉતરી જતા ફસાઈ હતી. અગાઉ પણ આ જગ્યા પર એક ટેમ્પો એક ટ્રેક્ટર અને એક કાર ફસાઈ હતી. ફસાયેલી રીક્ષા ને કાઢવા માટે ભારે જેહમત ઉઠાવી હતી.