બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત LCB ના PI ના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ બોટાદ રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૮૨૪૦૩૨૪/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૮૩ ના આરોપી રાજેશભાઇ શેખલીયા રહે.સમઢીયાળા-૧, તા.જી.બોટાદ વાળો નાસતો ફરતો હોય જે આરોપી તેના ગામ સમઢીયાળા -૧ ખાતે આવેલ હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કોડ ને મળતા બાતમી આધારે LCB તથા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા આરોપી રાજેશભાઇ શેખલીયાને ઝડપી લીધો