વ્યારા તાલુકાના છીંડિયા ગામે નજીવી બાબતે લાકડાના સપાટા વડે માર મરાયો.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના છીંડિયા ગામે યોગેશ ગામીત તેમના મિત્રને મળવા ગયા હતા.ત્યારે રોડ પર ઊભા હતા જે દરમ્યાન રોહિત ગામીત નામ ના ઈસમએ ત્યાં આવી જઈ પરી પત્ની ને કેમ મારા વિશે ખોટું બોલી ને ચઢાવે છે એમ કહી લાકડાના સપાટા મારતા ફરિયાદીને ઇજા પોહચી હતી.બનાવને લઈ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.