ભુજમાં બાઈકની ટક્કરે યુવાનને ઈજા ભુજ : શહેરના રેલવે કોલોનીમાં રહેતા શનુકુમાર રણજીતકુમાર ગુપ્તા (ઉ.વ. ૩૪) તે પંજાબી ઢાબા એરફોર્સ રોડ પાસે પગે ચાલીને જતા હતા ત્યારે બાઈક ચાલકે ટક્કર મારતા મોઢાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.