અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળા ને શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે ત્યારે પણ તંત્ર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે ગુલઝારીપુરા થી જીએમડીસી જવાના માર્ગ પર અંધારપટ્ટ દેખાઈ રહ્યું છે અહીં રોડ પર લગાવવામાં આવતી લાઈટો ગાયબ જણાઈ રહી છે આ રોડ પરથી યાત્રિકોને હંગામી બસ સ્ટેન્ડ પર જવાનો રસ્તો છે અહીં મેળા દરમિયાન હજારો યાત્રીકો બસ સ્ટેન્ડ માટે અવરજવર કરતા હોય છે તેમ છતાં આ વર્ષે આ રોડ પર અંધારપટ દેખાઈ રહ્યો છે