માણસા ડેપો ની એસટી બસ માણસા થી ભાભર આવતી બસ બંધ પડી જતાં ભાભર હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો આજે સવારે ૧૧ કલાકે ભાભર હાઈવે ઉપર માણસા થી ભાભર આવતી બસ અધવચ્ચે બંધ થતાં મુસાફરો એ ધક્કા મારીને ચાલું કરવાનો પ્રયત્ન કર્યો હતો હાઈવે ઉપર બસ રસ્તા વચોવચ બંધ થઈ જતાં જોત જોતા માં વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ટ્રાફિક જામ ના દૃશ્યો સામે આવ્યા હતા પરંતુ બસ ચાલુ ન થતાં રોડની સાઈડ માં ખસેડવા માં આવી હતી