જામનગર ગ્રુપ હેઠળ ૩૬ ગુજરાત બટાલિયન એન.સી.સી., ભુજ દ્વારા ૨૧ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન એન.સી.સી. કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નારાયણ સરોવર ખાતે ૧૦ દિવસના આ કેમ્પમાં સમગ્ર કચ્છમાંથી ૫૦૦ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. કેમ્પ દરમિયાન યુવા કેડેટ્સ એન.સી.સી. તાલીમ લેશે જેમાં ડ્રીલ, ફાયરિંગ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ઇમરજન્સી ફર્સ્ટ એઇડ વગેરેનો સમાવેશ થાય છે.