પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે સાધ્વીજી મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા હતા જેને લઈને તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી શત્રુંજય પાલખી મંડળ જોડાયું હતું અને તળેટી ખાતેથી પાલખી યાત્રા તળાજા રોડ સ્મશાન સુધી કાઢવામાં આવી હતી અને જૈન સમાજના લોકો જોડાયા હતા