હાલોલ લીમ્બચ માતાજીના મંદિર ખાતે પારેખ સમાજ દ્વારા 7 ઓક્ટોબર મંગળવારના રોજ રાત્રે શરદ પૂનમ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિરમાં રંગબેરંગી લાઇટ્સ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સભ્યોએ પરંપરાગત ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી જેમાં યુવાનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો