સોમવારના 3 કલાકે સ્થાનિકોએ આપેલી વિગત મુજબ વલસાડના દરિયામાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે. અને મોટા મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. કોઈ સહેલાણીઓ દરિયામાં નો ઉતરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.