સચિન પલસાણા રોડ પરથી બુધવારના રોજ સચિન પોલીસે વિદેશી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી પાડી હતી. કારમાં સવાર જીગર વાંસફોદિયા ની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે કારમાંથી બિયરના ટીન અને દારૂની નાની મોટી 2700 થી વધુ બોટલો કબજે કરી હતી.9.65 લાખનો વિદેશી દારૂ,મોબાઈલ સહિત ઇનોવા કાર મળી 24.70 લાખની મત્તા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આરોપી કડોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ઝપાઝપી કરવાના ગુન્હામાં પણ ફરાર હતો.જેની સામે વધુ કાર્યવાહી સચિન પોલીસે હાથ ધરી હતી