ગોધરાના વેજલપુર રોડ પર આવેલ ભટુક કોમ્પ્લેક્સમાં ઝેરી કોબ્રા સાપ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના કોમ્પ્લેક્સની એક ઓફિસમાં બની હતી, જ્યાં સાપને જોઈને સૌ કોઈ ડરી ગયા હતા. તાત્કાલિક આ અંગે રેસ્ક્યુ ટીમના સભ્યને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત અને કાળજીપૂર્વક કામગીરી કરી સાપને સુરક્ષિત રીતે પકડ્યો હતો. સાપ પકડાઈ જતાં ત્યાં હાજર સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.