નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના દોલત બજાર વિસ્તારમાં આવેલ પન્નાલાલ માર્કેટની ગલીમાં કેટલીક દુકાનો દરજીની આવેલી છે. ત્યાં એક દુકાનમાં રાત્રે દરમિયાન તાળું તોડીને તેમાં મુકેલા સીવેલા કબજાની ચોરી થઈ હતી ત્યારે દુકાનના માલિક સવારે આવતા તેને જાણ થતા તેઓ દ્વારા પોલીસમાં જાણ કરતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે ચોરીમાં ગયેલ મોટાભાગનો માલ રિકવરી કરવામાં આવી છે.