માંગરોળ તાલુકાના પીપોદરા ગામની જીઆઇડીસી માં દુકાન નું શટલ તોડતા બે ચોર ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આ ચોરી સમયે કુલ પાંચ જેટલી દુકાનોને નિશાન બનાવી હતી જેમાં મેડિકલ વેલ્ડીંગ મોબાઇલ અનાજ કરવાની દુકાન કપડાની દુકાન નો સમાવેશ થાય છે આ ઘટનાની જાણ કોસંબા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે