નવરંગપુરા પોલીસે એક બહેરા-મૂંગા યુવકને તેના પરિવાર સાથે ૧૫ વર્ષ બાદ ફરી મિલાવીને એક ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરી છે. આ યુવકનું નામ પંકજ ઉર્ફે રાહુલ યાદવ છે અને તે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના થનેલ ગામનો વતની છે.લગભગ પંદર વર્ષ પહેલાં પંકજ ઉર્ફે રાહુલ નામનો યુવક ગુમ થઈ ગયો હતો. તે બહેરો અને મૂંગો હોવાથી તેના વિશે વધુ માહિતી મેળવવી મુશ્કેલ હતી.