This browser does not support the video element.
સંખેડા: સંખેડા મંડળની કાર્ય શાળા યોજાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા.
Sankheda, Chhota Udepur | Sep 9, 2025
17 સપ્ટેમ્બર વડા પ્રઘાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ થી 2 ઓક્ટોબર ગાંધીજયંતી સુધી ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા "સેવા પખવાડિયાના" આયોજનના ભાગરૂપે આજે સંખેડા મંડળની કાર્યશાળા યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન, સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ દીપીકાબેન તડવી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પીકે બારીયા તથા જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા હતા.