અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જલધારા ચોકડી પાસે સર્વોદય સ્કૂલ આવેલ છે.જે સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જયોતિ ગુપ્તા પોતાની સાઇકલ લઈને અભ્યાસ અર્થે આવી હતી.જે વિદ્યાર્થીનીએ સ્કૂલના પાર્કિંગમાં પોતાની સાઇકલ પાર્ક કરી હતી.તે દરમિયાન અજાણ્યો ઇસમ સાઈકલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.આ ચોરીને પગલે સ્કૂલ સંચાલકોએ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં એક લબરમુછીયો સાઇકલ ચોરી કરી જતો હોવાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે.