વિજાપુર તાલુકામાં આજરોજ રવિવારે સવારે 6 વાગ્યા થી સાંજના 6 કલાક સુધી ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ડિઝાસ્ટર વિભાગના ચોપડે કુલ વરસાદ 823 એમ એમ વરસાદ નોંધાયો હતો. જોકે સવાર થી સાંજ ના 6 કલાક સુધી ધીમી ધારે અને ઝરમર સતત વરસ્યો હતો. વરસાદ ના કારણે લારી ગલ્લા બંધ રહ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેના કારણે અવર જવર માટે રાહદારીઓ અને વાહન ચાલકો ને મુશ્કેલી પડી હતી. સતત વરસાદ ના કારણે માહોલ માં ઠંડક પ્રસરી હતી.